બજેટ હાઈલાઈટ્સ | Budget 2023
Budget 2023:કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજ સવારે 11 કલાકથી નાણાકીય વર્ષ 2023-24 માટે સંસદ (Union Budget 2023) માં બજેટ રજૂ કરશે. આ મોદી સરકારના બીજા કાર્યકાળનું પાંચમું બજેટ છે. આગામી વર્ષે લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનું આ અંતિમ બજેટ હશે. એટલા માટે આશા છે કે, આ વખતે કેન્દ્રીય બજેટમાં 2024ની ચૂંટણીમાં ધ્યાને રાખીને જાહેરાતો થઈ શકે છે. Budget 2023થી કૃષિ, શિક્ષણ, ઈન્કમ ટેક્સ સ્લેબ, હેલ્થ અને સરકારી યોજનાઓથી લઈને હોમ લોન, સ્વાસ્થ્ય વીમા ક્ષેત્રની આશાઓ બંધાયેલી છે.
Budget 2023: મોદી સરકારે અલગ રેલ બજેટની પ્રથમ ખતમ કરી
આજના સમયમાં સામાન્ય બજેટ જ ભારતીય રેલ માટે ઘોષણા કરે છે, પણ 2017 પહેલા ભારતીય રેલ માટે અલગથી રેલ બજેટ રજૂ થતું હતું. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ 92 વર્ષ જૂની પ્રથાને ખતમ કરતા વર્ષ 2017માં રેલ બજેટની ઘોષણા પણ સામાન્ય બજેટમાં જ કરવાનું શરુ કર્યું હતું.
Budget 2023: ઈંશ્યોરન્સ ઈંડસ્ટ્રીને છે બજેટ પાસેથી મોટી આશાઓ
બજેટ 2023માં, ઈંશ્યોરન્સ સેક્ટરમાં પણ વીમા પર કર પ્રોત્સાહન વધારાવાની આશા છે. ઈંશ્યોરન્સ ઈંડસ્ટ્રીના પ્રતિભાગીઓએ કહ્યું કે, કેન્દ્રીય બજેટ મોટા પાયે નાગરિકો અને રાષ્ટ્રની ભલાઈ માટે નવા સુધારાને રજૂ કરવાનો એક અવસર છે.
Union Budget 2023: બજેટમાં મેડિકલ કોલેજની સંખ્યા, PMJAY કવરેજ વધારવા પર ફોકસની સંભાવના
સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના હવાલેથી જોઈએ તો, કહેવાયું છે કે, કેન્દ્રીય બજેટ 2023-24માં નર્સિંગ અને મેડિકલ કોલેજોની સંખ્યા વધારવી, રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં એચપીવી વેક્સિન શરુ કરવી અને પ્રધાનમંત્રી જન આરોય્ગ યોજના કવરેજ વધારવા પર ફોકસ રહેવાની આશા છે.
budget 2023: નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ સાથે કરી મુલાકાત, બજેટની કોપી સોંપી. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. તેમણે રાષ્ટ્રપતિને સામાન્ય બજેટની કોપી સોંપી છે. નાણા મંત્રી હવે સંસદ પહોંચશે અને બાદમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેશે. પછી કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરશે.
Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં રજૂ કરી રહ્યા છે બજેટ
નાણામંત્રી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ શરુ થઈ ચુક્યું છે. તેઓ મોદી સરકાર 2.0નું અંતિમ બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ પાંચમુ બજેટ છે.
Budget 2023: ભારતીય અર્થવ્યવસ્થા યોગ્ય રસ્તા પર અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે- નાણામંત્રી નિર્મલા સીતારમણ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણ દરમિયાન કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા યોગ્ય રસ્તા પર અને ઉજજ્વળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે. કોવિડ મહામારી દરમિયાન આપણે એ સુનિશ્ચિત કર્યું કે, 28 મહિના માટે 80 કરોડથી વધારે વ્યક્તિઓને મફત અનાજની સપ્લાઈ કરવાની યોજનાની સાથે કોઈ ભુખ્યો ન સુવે.
મોદી સરકારે 9 વર્ષમાં જીવનની ઉત્તમ ગુણવત્તા પ્રદાન કરી – નિર્મલા સીતારમણ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, વૈશ્વિક પડકારોના આ સમયમાં ભારતની જી 20 અધ્યક્ષતા આપણને વિશ્વ આર્થિક વ્યવ્સથામાં પોતાના દેશની ભૂમિકાને મજબૂત કરવાનો અનોખો અવસર આપે છે. 2014થી સરકારના પ્રયાસોથી તમામ નાગરિકો માટે જીવન ઉત્તમ ગુણવત્તા અને ગરિમાપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું છે. પ્રતિ વ્યક્તિ આવક બેગણીથી વધારે કરીને 1.97 લાખ રૂપિયા થઈ ગઈ છે. આ 9 વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાનો આકાર દુનિયામાં 10માંથી 5મી સૌથી મોટો અર્થવ્યવસ્થા તરીકે વધ્યો છે.
budget 2023 highlights in Gujarati
Budget 2023: દુનિયાએ ભારતને એક ચમકતા તારા તરીકે માન્યતા આપી છે- નિર્મલા સીતારમણ
નાણામંત્રીએ કહ્યું કે, દુનિયાએ ભારતને એક ચમકતા તારા તરીકે માન્યતા આપી છે. ચાલૂ નાણાકીય વર્ષમાં આપણા આર્થિક વૃદ્ધ 7.0 ટકા અનુમાનિત છે. આ મહામારી અને યુદ્ધના કારણે મોટા પાયા પર વૈશ્વિક મંદી છતાં તમામ પ્રમુખ અર્થવ્યવસ્થામાં સૌથી વધારે છે.
Budget 2023: પર્યટનને પ્રોત્સાહન આપવા માટે મિશન મોડ પર કામ કરવામાં આવશે- નિર્મલા સીતારમણ
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2023-24ની પ્રસ્તુતિ દરમિયાન કહ્યું કે, પર્યટનને પ્રોત્સાહન આપા માટે મિશન મોડ પર કામ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અમૃત કાળ માટે આપણા વિઝનમાં ટેકનોલોજી સંચાલિત અને જ્ઞાન આધારિત મજબૂત સાર્વજનિક નાણા અને એક મજબૂત નાણાકીય અર્થવ્યવસ્થા સામેલ છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સબકા સાથ, સબકા પ્રયાસના માધ્યમથી જનભાગીદારી જરુરી છે.
Budget 2023: બજેટ 2023ની સાત મુખ્ય પ્રાથમિકતાઓ
નાણામંત્રીએ બજેટ 2023-24 માટે કુલ 7 મુખ્ય પ્રાથમિકતાઓ ગણાવી છે. જેમાં સમાવેશી વિકાસ, અંતિમ માઈલ સુધી પહોંચવું, બુનિયાદી ઢાંચો અને રોકાણ, ક્ષમતા ને ઉજાગર કરવી, હરિત વિકાસ, યુવા અને નાણાકીય ક્ષેત્ર ગણાવી છે.
Budget 2023: કૃષિ ઋણ લક્ષ્યને વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે- નિર્મલા સીતારમણ
પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન પર ધ્યાન આપવાની સાથે કૃષિ ઋણ લક્ષ્યને વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે. ભારતીય બાજરા અનુસંધાન સંસ્થાને ઉત્કૃષ્ટતા કેન્દ્ર તરીકે સમર્થન આપવામાં આવશે.