Highlights: Gujarat Budget 2023-24

Highlights: Gujarat Budget 2023-24

Gujarat Budget 2023-24: આપણે આ લેખમાં ગુજરાત રાજ્યના 2023-24 વર્ષના બજેટ વિશે ટૂંકમાં માહિતી મેળવશું , તારીખ 24 ફેબ્રુઆરી 2023ના રોજ ગુજરાતની વિધાનસભામાં 2023-24નું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ, ખેતી, ઔધોગિક, પ્રવાસ તેમજ મેડિકલ વિશે જાણીશું.

Gujarat-Budget-2023-24

Gujarat Budget 2023

Gujarat Budget 2023-24માં મુખ્ય મુદ્દાઓ જેવાકે ઓનલાઇન શિક્ષણ, ખેતી, કોમ્પ્યુટર લેબો, ઔધોગિક, પ્રવાસ, રેલ્વે, એરપોર્ટ, યાત્રાધામો, યોજનાઓ,ITI શિક્ષણ,રિવરફ્રન્ટ, તેમજ મેડિકલ વગેરેના વિકાસ માટેનું બજેટમાં ફેરફાર તેમજ યોગ્ય દિશા આપીને તેના વિકાસ માટે સૌથી પ્રચંડ ભારે બજેટ કર્યું.

Gujarat Budget 2023-24.

Gujarat Budget 2023-24માં વિકાસ માટે સૌથી પ્રચંડ ભારે બજેટ કર્યું.નીચે આપેલ મુદ્દાઓને જોવો.

  • વર્ષ 2023-24 નું 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કરાયુ.
  • મહિલા અને બાળ વિકાસ માટે 6 હજાર 64 કરોડની જોગવાઈ.
  • પરિવાર કલ્યાણ વિભાગ માટે 15 હજાર 182 કરોડની જોગવાઈ.
  • જળસંપત્તિ વિભાગ માટે 9 હજાર 705 કરોડની જોગવાઈ.
  • ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધારવા માટે ઓનલાઇન લાઈબ્રેરી.

Gujarat-Budget-2023-24

શિક્ષણ બજેટ 2023-24

  • રાજ્યભરમાં 50,000 નવા વર્ગખંડો બનાવવામાં આવશે.
  • રાજ્યભરની શાળાઓમાં 20,000 નવી કોમ્પ્યુટર લેબની સ્થાપના કરવામાં આવશે.
  • RTE હેઠળના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના ધોરણ ૮ પછીના શાળાના શિક્ષણ માટે 20,000 શાળા વાઉચર્સ. કુલ જોગવાઈ રૂ. તેના માટે 50 કરોડ.

Highlights: Gujarat Budget 2023-24

કરવેરાનું બજેટ 2023-24

  • રાજ્યમાં કોઇ નવા કરવેરા નહી લાગે
  • બજેટમાં હાલના કરવેરા દરમાં કોઈ બદલાવ નહી.
  • CNG અને PNG સસ્તા થશે,
  • વીજળી શુલ્કમાં આગામી સમયમાં ફેરફાર થશે.

 

યોજનાનું બજેટ 2023-24

  • PMJAY- માં યોજના હેઠળ આવરી લેવામાં આવેલ 85 લાખ લાભાર્થી પરિવારોને રૂ.5 લાખ ને બદલે 10 લાખની મફત તબીબી સંભાળ.
  • મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના જાહેર કરી.
  • શ્રમિક અન્નપૂર્ણા યોજનાને 5 રૂપિયામાં મજૂરોને ભોજન આપવા માટે નવા 150 સ્થળોએ વિસ્તારવામાં આવશે.

 

પરિવહન યોજનાનું બજેટ 2023-24

  • અમદાવાદ નો SG હાઇવે 6 લેન બનાવવામાં આવશે. અમદાવાદ-બગોદરા હાઈવે પણ 6 લેન બનાવાશે.
  • Gift સીટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ બનાવવા 150 કરોડની જોગવાઈ

 

માનવ સંસાધન વિકાસ માટેનું બજેટ 2023-24

  • છોટા ઉદેપુર, મહિસાગર અને ડાંગ જિલ્લામાં નવી મેડિકલ કોલેજો સ્થપાશે.
  • પાંચ નવી નર્સિંગ કોલેજો સ્થાપવામાં આવશે.
  • પાંચ ITI ને મેગા ITI માં રૂપાંતરિત કરવામાં આવશે.
  • સૌથી વધુ રૂ. વાર્ષિક બજેટમાં માનવ સંસાધન વિકાસ માટે 43,651 કરોડની જોગવાઈ.

કૃષિ વિકાસ માટેનું બજેટ 2023-24

  • કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસના કૃષિ વીજ પુરવઠા માટે 1570 કરોડ રૂ. ની જોગવાઈ
  • PM કુસુમ યોજના હેઠળ સૌર ઊર્જા સંચાલિત કૃષિ પંપ માટે 152 કરોડ રૂ. ની જોગવાઈ
  • નગરપાલિકાઓને વીજ બિલ ભરવા રાજ્ય સરકાર સહાય કરશે,જેના માટે 100 કરોડ રૂ. ની જોગવાઈ

પ્રવાસન સ્થળો માટેનું બજેટ 2023-24

  • પ્રવાસન સ્થળો – SOU, અંબાજી, ધરોઈ, ગીર-સોમનાથ, દ્વારકા શિવરાજપુર બીચ રૂ. 8,000 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે
  • દ્વારકામાં પ્રવાસનને વેગ આપવા માટે યાત્રાધામ કોરિડોરની સ્થાપના કરવામાં આવશે

 

ઉદ્યોગ વિકાસ માટેનું બજેટ 2023-24

  • ગુજરાતમાં સેમિકન્ડક્ટર સેક્ટરમાં રૂ.1.5 લાખ કરોડનું રોકાણ અપેક્ષિત છે • ઉદ્યોગને વેગ આપવા, વધુ સારી ઇન્ફ્રાસપોર્ટ આપવા માટે ગુજરાતમાં એપેરલ, સિરામિક, બલ્ક ડ્રગ પાર્ક શરૂ થશેદ્વારકામાં નવું એરપોર્ટ બનશે, કેશોદ એરપોર્ટનું નવીનીકરણ કરવામાં આવશે

Leave a Comment