પાલનપુરમાં આર્ટસ, કોમર્સ અથવા અન્ય ડીગ્રી કોલેજમાં પ્રવેશ કેવી રીતે મેળવવો અને પ્રક્રિયા. || How to get admission to Arts, Commerce, or other Degree College in Palanpur and the process.

પાલનપુરમાં આર્ટસ, કોમર્સ અથવા અન્ય ડીગ્રી કોલેજમાં પ્રવેશ કેવી રીતે મેળવવો અને પ્રક્રિયા. || How to get admission to Arts, Commerce, or other Degree College in Palanpur and the process.

જો તમે GSEB HSC અથવા કોઈપણ બીજી સ્ટેટ-બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થયા છો, તેમજ પાલનપુરમાં કે આજુબાજુના રહીશ છો, અને તમે પાલનપુરની આર્ટસ, કોમર્સ અથવા અન્ય ડીગ્રી કોલેજમાં પ્રવેશ (Admission) મેળવવા માગો છો. તો તમને મારી આ પોસ્ટ તમને બહુજ મદદગાર થશે.

પાલનપુરમાં કયા ક્યા ડિગ્રી કોર્ષ થાય છે 

પાલનપુર શહેરમાં તમને બેચરલ ઓફ આર્ટ્સ, બેચરલ ઓફ કોમર્સ, બેચરલ ઓફ કોમ્પ્યુટર, બેચરલ ઓફ સાયન્સ, બેચરલ ઓફ લો, બેચરલ ઓફ એજ્યુકેશન, બેચરલ ઓફ મેનેજમેંટ, બેચરલ ઓફ મેડિસિન, તથા ગણા બધા ડિગ્રી કોર્સ છે. જે તમે ભણવા માગો છો. તેના વિશે હું નીચે તમને જણાવીશ. પરંતુ આજે આ પોસ્ટમાં ફ્ક્ત બેચરલ ઓફ આર્ટ્સ તથા માસ્ટર ઓફ આર્ટ્સ અને ત્યાં ચાલતા વિષયો વિશે ચર્ચા કરીશું.

બેચરલ ઓફ આર્ટ્સ કોલેજ પાલનપુર શહેરમાં કેટલી છે.

પાલનપુર શહેરમાં બેચરલ ઓફ આર્ટ્સની કુલ ચાર કોલેજ આવેલી છે. જે HNGU  યુનિવર્સિટી હસ્તક જોડાયેલી છે.

બેચરલ ઓફ આર્ટ્સ કોલેજ પાલનપુર શહેરમાં કઈ કઈ છે.

પાલનપુર શહેરમાં બેચરલ ઓફ આર્ટ્સની કુલ ચાર કોલેજ આવેલી છે.તેમાં એક ગ્રાન્ટ ઇન એઇડ કોલેજ તેમજ ત્રણ કોલેજ સેલ્ફ ફાઇનાન્સ છે.

ગ્રાન્ટ ઇન એઇડ કોલેજનું નામ G.D. MODI COLLEGE OF ARTS, તેમજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું નામ 1.N P PATEL MAHILA ARTS COLLEGE, 2.M. A. PARIKH FINE ARTS & ARTS COLLEGE, PALANPUR, 3.SHREE B.K.K.S.PSM. ARTS & COMMERCE COLLEGE.

ગ્રાન્ટ ઇન એઇડ કોલેજ G.D. MODI COLLEGE OF ARTS, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ M. A. PARIKH FINE ARTS & ARTS COLLEGE, આ બંને કોલેજ એક જ સંકુલમાં આવેલી છે. જે સંકૂલ G.D. MODI COLLEGE નામથી પ્રખ્યાત છે.

G.D. MODI સંકૂલ PALANPURમાં કયા વિષય તેમજ બીજી કોઈ ડિગ્રી વિશે જાણીએ :-

G.D. MODI COLLEGE OF ARTS કોલેજમાં માસ્ટર ઓફ આર્ટ્સ પણ આવેલું છે. G.D. MODI COLLEGE OF ARTS, PALANPURમાં બેચરલ ઓફ આર્ટ્સના SANSKRIT, ENGLISH, GUJARATI , ECONOMICS વિષય આવેલા છે, તેમજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં M. A. PARIKH FINE ARTS & ARTS COLLEGE માસ્ટર ઓફ આર્ટ્સના ENGLISH, GUJARATI વિષય ઉપર માસ્ટર ડિગ્રી થાય છે.

N P PATEL MAHILA ARTS COLLEGEમાં કયા કયા વિષય ઉપર ડિગ્રી થાય છે, તેના વિશે જાણીશું :

સેલ્ફ ફાઇનાન્સ N P PATEL MAHILA ARTS COLLEGEમાં ફક્ત બેચરલ ઓફ આર્ટ્સ પર ડિગ્રી કોર્સ થાય છે. આ કોલેજમાં બેચરલ ઓફ આર્ટ્સના વિષયમાં અંગ્રેજી, હિસ્ટરી અને ગુજરાતીમાં ગ્રેજ્યુએટ થાય છે. આ કોલેજ આદર્શ વિધ્યા સંકુલ, તેમજ શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ તરીકે પણ ઓળખાય છે. આ કેમ્પસ નવા ગંજ-બજાર રોડ, પાલનપુર રોડ ઉપર આવે છે.

SHREE B.K.K.S.PSM. ARTS & COMMERCE COLLEGEમાં કયા કયા વિષય ઉપર ડિગ્રી થાય છે, તેના વિશે જાણીશું :

સેલ્ફ ફાઇનાન્સ SHREE B.K.K.S.PSM. ARTS & COMMERCE COLLEGEમાં બેચરલ ઓફ આર્ટ્સ અને બેચરલ ઓફ કોમર્સ પર ડિગ્રી કોર્સ થાય છે. આ કોલેજમાં બેચરલ ઓફ આર્ટ્સ અને બેચરલ ઓફ કોમર્સમાં દરેક વિષયમાં ડિગ્રી કોર્સ થાય છે. આ કોલેજ કેમ્પસમાં B,CA,B.Sc, P.T.C., B.Ed, અને M.Edની કોલેજો આવેલી છે. આ કેમ્પસનું નામ કર્ણાવત, અને સંસ્કાર કેમ્પસ તરીકે ઓળખાય છે. આ સંકુલનું વહીવટ Shree Banaskantha Kadva Patidar Sanskar Mandal કરે છે.

ટૂકમાં સારાંશ:-

પાલનપુર શહેરની પ્રખ્યાત તેમજ શિક્ષણમાં ઉચ્ચજ્ઞાન પ્રાપ્ત કરાવે તેવી, આ પાંચ કોલેજો વિશે માહિતી પૂરી પાડેલ છે.

Leave a Comment